BEST LEARNING PLATEFORM

https://www.online-taiyari.xyz/

Gujarat has registered 6 new corona cases, total 53 cases

Gujarat has registered 6 new corona cases, total 53 cases



ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયેલો છે જેને કારણે ગુજરાતમાં 47 પોઝિટિસ કેસ સામે આવ્યાં છે. ગઈકાલે સાંજે રાજકોટમાં પોઝિટિસ કેસ સામે આવ્યાં હતાં. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે. કોરોના વાયરસના અમદાવાદમાં 15, રાજકોટમાં 8, વડોદરામાં 8, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર અને કચ્છમાં કોરોના વાયરસનો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો 47 થયો છે.

કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાને રાખી સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. જે બાદ આજે લૉકડાઉનનો ચોથો દિવસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત પોઝિટીવ કેસની સંખ્યા 800ને પાર પહોંચી ગઈ છે. જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. લૉકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત મજૂરો, નાના કારીગરો અને વેપારી વર્ગ છે. મજૂરો માટે હાલ રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. ત્યારે આવા સમયે શહેરમાં લાખો લોકો દિવસેને દિવસે પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા છે.

ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસરો કર્યા બાદ દરરોજ તેના પોઝિટીવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. કોરોના વાઈરસના રાજકોટમાં 8 સુરતના 7 કેસ અને અમદાવાદ, વડોદરાના 9 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે શહેરીજનો ચિંતામા પેઠા છે. રાજ્ય સરકાર પણ કોરોના વાયરસના કેસો વધે નહીં તેના માટે તમામ કોશિશો કરી રહી છે.

હાલ વડોદરામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. વડોદરામાં વધુ એક પુરૂષ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમની ઉંમર 66 વર્ષની છે. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તે સાથે જ વડોદરામાં કેસની સંખ્યા વધીને 9 પર પહોંચી ગઇ છે. આ વ્યક્તિને ગોત્રી હોસ્પિટલમાં નિયમાનુસાર સારવાર આપવામાં આવી રહી છે. તે સાથે હવે ગુજરાતમાં કોરોના વાયરસના 48 પોઝિટિવ કેસ થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના 48 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમા અમદાવાદમાં 15, રાજકોટમાં 8, વડોદરામાં 9 કેસ, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ, ભાવનગર અને કચ્છમાં એક – એક પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધી 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.

No comments:

Post a comment

Popular